
પોલીસની જીપ જોતાં લોકો નાસ્યા લાગ્યા એક જીપને પોલીસે પકડી લીધી શહેરમાં બર્થ ડે ની ઉજવણી કરવા માટે શરૂઆતમાં તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કરવાના ટ્રેન્ડની સામે પોલીસે લાલઆંખ કરતા હવે નવયુવાનો ફટાકડા ફોડીને રોડ પર ટેબલ લગાવી કેક કાપીને ન્યુસન્સ ફેલાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં ઈસનપુર પોલીસે જાહેરમાં લોકોને અગવડ પડે તેવી રીતે બર્થ ડે ઉજવનારા ચાર યુવકની સામે ગુનો દાખલ કર્યો છે.
ઈસનપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે થોડાસર ચાર રસ્તાથી બીઆઈટીએસ બસ સ્ટેન્ડ સામે દ્રારકાધીશ ટી સ્ટોલની સામે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈને રોડ પર બેટેબલો પર ટેબલ મૂકીને કેક મૂકીને ફટાકડા ફોડીને જન્મદીવસ ઉજવી રહ્યા છે. પોલીસે બાતમીના પગલે છળ પર જતા પોલીસની જીપ જોઈને એકઠા થયેલા લોકો નાસવા લાગ્યા હતા. આ પૈકી પોલીસે એક ઇસમને પકડી લીધો હતો જેનુ નામ પૂછતાં નીલ અલ્પેશભાઈ સુંદરમ હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર રોનક અશોકભાઈ ભીલ(રાણા)નો જન્મદિવસ હોઈ તેણે ઉજવણી કરવા માટે બોલાવ્યો હોવાનું કહ્યું હતુ. બાકીના લોકોને તે જાણતો નહોવાનું પોલીસને જણાવ્યુ હતુ.
જેમાં બર્થ ડે ઉજવવા માટે તેમણે દ્રારકાધીશ ટી સ્ટોલની સામે જાહેર રોડ પર બે ટેબલો મૂકી ટેબલ પર કેક મુકી ફટાકડા ફોડી રહ્યા હતા. ઈસનપુર પોલીસે આ મામલે નીલ સુંદરમ, રોનક ભીલ અને બીજા બે અજાણ્યા માણસો સામે તેમના આ કૃત્યથી આસપાસમા રહેતા લોકોને ત્રાસ થાય તેવુ કરવા બદલ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.