પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપી હતી
વટવામાં રહેતી પરિણીત મહિલાને તેના મિત્રએ તેના પતિને છોડીને તેની સાથે રહેવા માટે માનસિક ત્રાસ આપીને હેરાન કરતા કંટાળેલી પરિણીતાએ આ મામલે પતિને વાત કરતા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
વટવામાં પરિવાર સાથે રહેતી 42 વર્ષીય પરિણીતાને થોડા સમય પહેલા મણિનગરમાં રહેતા એલેકસ નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારે એલેક્સ મહિલાને પતિ અને ઘરના સભ્યોને છોડીને તેની સાથે રહેવા આવવા દબાણ કરતો હતો. પરંતુ મહિલાએ ના પાડી હતી. જેથી શખ્સે મહિલાની પુત્રીને ઉપાડી જવાની અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આટલું જ નહિ મહિલાની સોસાયટીની બહાર બેસીને મહિલાનો પીછો કરતો હતો અને ઘર આગળ મહિલાના પતિને ધમકી આપી માર માર્યો હતો. તેમજ અવારનવાર અલગ અલગ નંબરથી ફોન કરી એલેક્સ મહિલાને હેરાન કરતો હતો. જેથી કંટાળીને મહિલાએ વટવા પોલીસમાં ફરિયાદ કરી છે.