વારંવાર પાડોશી હેરાન કરતા હોવાનો આક્ષેપ
ખોખરા વિસ્તારમાં એક પરિવારના ઘરની લાઈટની મેઈન સ્વીચ વારંવાર બંધ કરી દેવા મામલે મહિલાએ પાડોશીને ઠપકો આપતા પાડોશીએ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આ અંગે મહિલાએ પાડોશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ખોખરામાં રહેતા કુંજગિરી ફલેટમાં રહેતા શ્રીજનાબેન સુનારે નોંધાવેલી ફરિયાદ મુજબ શુકવારા રાતના નવ વાગે તેઓ બાળકો સાથે બેસીની ટીવી જોતા હતા. આ સમયે ફકત તેમના જ ઘરની લાઈટ અચાનક બંધ થઈ હતી. આથી તેમણે નીચે આવીને જોતા તેમના પાડોશી યશભાઈ અગાઉ પણ તેમના ઘરની લાઈટ બંધ કરીને હેરાન પરેશાન કરતા હોઈ આજે પણ તેઓ લાઈટ બંધ કરીને સંતાઈ ગયા હતા.
શ્રીજનાબેનના બંને બાળકોએ નીચે સીડી પાસે મીટર હોઈ સ્વીચ ચાલુ કરી હતી આ વખતે યશભાઈ ત્યા હાજર હતા અને ગેલેરીમાંથી શ્રીજનાબેને યશભાઈને બહાર ભાગતા જોયા હતા. આથી તેમણે બૂમ પાડીને યશભાઈને તમે અગાઉની જેમ આજે પણ મીટરની સ્વીચ બંધ કરી છે તેવુ કહેતા તેમણે ગાળો બોલીને ઝધડો કર્યો હતો આ અંગે ખોબરા પોલીસે યશ ભાવેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.