
ક્લિનિક ચલાવનારા પાસે કોઈ ડિગ્રી હતી નહીં
પેઢીઓથી ચાલતા દવાખાને લાઈનો લાગતી હતી

મ્યુનિ. આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું છે. દવાખાનું ચલાવનાર પાસે કોઈ ડિગ્રી ન હોવાથી કાર્યવાહી કરાઈ છે. પેઢીઓથી ચાલતા દવાખાના પર લોકોની લાંબી લાઈનો લાગતી હતી.
ભાડભુંજા હાડવૈદના ક્લિનિક પર મ્યુનિ.ના આરોગ્ય વિભાગે ક્લિનિક પાસે ડિગ્રી છે કે કેમ? તેની તપાસ કરતાં બોર્ડ પર જ લખેલું હતું કે, આ એકમ 1932થી પેઢી દર પેઢી પરંપરાગત રીતે ચલાવવામાં આવે છે. બોર્ડમાં એવું પણ લખ્યું હતું કે, તેઓ ઓર્થોપેડિક કેસમાં ઓપરેશન પણ કરી આપે છે. જે બાદ મ્યુનિ.એ તેને સીલ કર્યું હતું. આ ઉપરાંત કાલુપુરમાં ડો. અબ્દુલ કાદરી મન્સુરી |કિલનિક, ક્રિષ્ણા દવાખાનું અસારવા, જિલાની હર્બન ક્લિનીક, શાહપુરને પણ સીલ કરવામાં આવ્યું હતું.