દંતાલી ગામની સીમમાં ભાડાના શેડમાં કોલ સેન્ટરનો ગોરખધંધો
ગાંધીનગરની ક્રાઇમબ્રાન્ચે ડબ્બા ટ્રેડિંગનું રેકેટ પકડી પાડડ્યું
ગાંધીનગરના દંતાલીની સીમમાં એક શેડમાંથી શેરબજારમાં રોકાણ કરાવવાનું ડબ્બા ટ્રેડીંગનુ રેકેટ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડયું હતું.
મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણાની ગેંગ દ્વારા |નાગરિકોનો ડેટા મેળવી તેમને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરવાની સ્કીમ જણાવતા હતા. જેમાં જે લોકો રોકાણ કરવા માટે રસ ધરાવતા તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા 27.81 કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓ ફોન કરીને નમસ્તે સર. આપ શેર માર્કેટમે ટ્રેડીંગ કરના ચાહતે હો ? હમ એન્જલ વન માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર હે. હમ આપ કો શેર માર્કેટમે પ્રોફીટ દિલા શકતે હૈ, તેવી વાત કરી લાલચ આપતા હતા. જે લોકો તૈયાર થતા હતા, તેમની પાસેથી બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા. પકડાયેલા આરોપીઓ મહિને 1.50થી 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લેતા હતા.