છેતરપિંડી માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો
તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે એપીકે ફાઈલ મોકલીને તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે. જેથી સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે અપલોડ કરવી નહીં.
એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉનલોડ કરવાથી ફોનમાં વાયરસ આવી જાય છે અને ફોનનો તમામ ડેટા સાઈબર ગઠિયાઓ પાસે પહોંચી જાય છે. 31 ડિસેમ્બરે સાઈબર ગઠિયાઓએ લોકો સાથે છેતરપિંડી નવો કિમિયો અજમાવ્યો હોવાનું સાઈબર ક્રાઈમના અધિકારીઓના ધ્યાને આવ્યું છે.
ફકત ટેક્સ્ટ મેસેજ, ઈમેજ, ડાયરેકટ વીડિયો ખોલવો
સાઈબર ક્રાઈમના અધિકારીઓનું કહેવુ છે કે એપીકે ફાઈલથી બચવા નવા વર્ષ માટે આવતા ટેકસ મેસેજ, ઈમેજ અને ડાયરેકટ વિડિયો જ ખોલવા. જ્યારે વોટ્સએપ કોઈપણ એપીકે ફાઈલ આવે તો પહેલા તો તેને ઈન્સ્ટોલ કરવી જ નહીં. પરંતુ જો ભૂલથી ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉન લોડ થઈ જાય તો ફોનને એરોપ્લેન મોડમાં કરી દેવો. ફોનમાં આવતા અને જતા મેસેજ બંધ થઈ જશે.








