અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે પોતાના ઘરે છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાતા તેમને સારવાર માટે એલ જી હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા પાછળ જવાબદાર કારણ અંગે તપાસ હાથ ધરી છે.