કેદારનાથમાં હેલિકોપ્ટર કેશ… તમામ 7નાં મોત; કારણ-ખરાબ હવામાન, હવાઈ સેવાઓ બંધ

ગૌરીકુંડમાં સવારે 5:30થી 5:45 વચ્ચે દુર્ઘટના, ચારધામ રૂટ પર 46 દિવસની અંદર પાંચમી ઘટના

ઉત્તરાખંડની કેદારઘાટીમાં રવિવાર સવારે વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ, તેમાં બે વર્ષની કાશી અને પાયલટ સહિત તમામ 7 લોકોનાં મોત થયા. રવિવારે કેદારનાથમાં સૂર્યોદય સવારે 5:10 વાગ્યે થયો. ગુપ્તકાશીથી 5:11 વાગ્યે હેલિકોપ્ટર કેદારધામ માટે ઉઠ્યું. 5:21 વાગ્યે કેદારનાથથી યાત્રિકોને લઈને પરત ગુપ્તકાશીની ઉડાન ભરી. આ દરમિયાન હવામાન સામાન્ય હતું. 5:24 વાગ્યે છેલ્લીવાર વેલી પોઈન્ટ પર જોવા મળ્યું. ત્યારબાદ 10 મિનિટ માટે ગાઢ ધૂમ્મસ છવાયું અને હેલિકોપ્ટર તેમાં સમાઈ ગયું. લગભગ પોણો કલાક કોઈને પણ કંઈ જાણ નહોતી કે હેલિકોપ્ટર ક્યાં ગયું.

સવારે 6:13 વાગ્યે એક અન્ય હેલિ કંપનીએ સૂચના આપી કે આર્યન હેલી એવિએશન કંપનીનું હેલિકોપ્ટર ગુપ્તકાશી પરત ફર્યું નથી. પછી લગભગ 6:27 વાગ્યે નેપાળી મૂળની એક મહિલાએ જણાવ્યું કે ઉપરના ક્ષેત્રમાં ધૂમાડો જોવા મળી રહ્યો છે. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ક્રેશ સાઈટ ગૌરીકુંડથી 5 કિમી ઉપર પહાડો પર હતી. તો એસડીઆરએફ. એનડીઆરએફના જવાનોને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ એક કલાક લાગી ગયો. ત્યાં સુધીમાં તમામ યાત્રિકોના મૃતદેહ ગંભીર રીતે બળી ગયા હતા. કેદારનાથ યાત્રા હેલિકોપ્ટર સેવાના નોડલ અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું, ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે દુર્ઘટના બની. ડીજીસીએ દ્વારા બે દિવસ માટે હેલી સેવા રોકી દેવાઈ છે.

12 વર્ષ બાદ પણ ઓટોમેટિક વેધર સ્ટેશન નથી… હવામાન વિશે જાણી શકાતું નથી

જૂન 2013ની ભયંદર કુદરતી આપત્તિ બાદ કેદાર ઘાટીમાં સ્વચાલિત મોસમ સ્ટેશન બનાવવાની માંગ ઉઠી. વૈજ્ઞાનિક ચર્ચા-વિચારણાઓ. થઈ. પરંતુ આ સ્ટેશન આજ સુધી નથી બન્યું. સમુદ્રતટથી 11,750 ફુટની ઊંચાઈ પર સ્થિત કેદારનાથ ધામ ત્રણ તરફથી ઊંચી પહાડીઓથી ઘેરાયેલું છે. અહીં સુધી પહોંચવા માટે પગપાળા હોય કે હવાઈ માર્ગ, સાંડી ઘાટીમાંથી પસાર થવું પડે છે. હાલમાં મંદાકિની નદીની જમણી તરફથી પગપાળા માર્ગના સહારે યાત્રી કેદારનાથ પહોંચે છે. આ આખો રસ્તો ભૂસ્ખલનની ઝપટમાં છે. બીજી તરફ. હવાઈ માર્ગ વી-આકારની સાંકડી ઘાટી જેવો છે, જેના કારણે_ હેલિકોપ્ટર કેદારઘાટીથી ધામ માટે ઉડાન ભરે છે અને પરત ફરે છે_ તેથી ઓટોમેટિક વેધર સ્ટેશન અને અલગ ડોલ્પર લગાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કામ નથી થયું.

ઉડાનની કોઈ એસઓપી નથી, હવે બનશે; કેદારઘાટીમાં ઉંડી રહેલા હેલિકોપ્ટર માટે કોઈ એસઓપી નહોતી. પરંતુ દુર્ઘટના બાદ ઉત્તરાખંડ સરકારે તેને બનાવવાનો નિર્દેશ આપ્યા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું. તે વધારે જૂનું નહોતું. તેની મેન્ટેનન્સ તપાસ પણ થઈ હતી.

સીએમ ધામીએ તપાસના આદેશ આપ્યા; બેદરકારી દાખવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે સીએમ આવાસ પર મળેલી બેઠકમાં અનેક નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું-ચારધામ માટે= સોમવાર સુધી હેલી સેવા સંપૂર્ણ બંધ રહેશે. તમામ હેલી ઓપરેટર્સ અને પાયલટો માટે ઉચ્ચ હિમાલય ક્ષેત્રોમાં ઉડાન અનુભવોની તપાસ થશે. રાજ્યમાં હવે હેલી ઉડાનોના વધુ સારા સમન્વય અને સુરક્ષિત સંચાલન માટે દહેરાદૂનમાં એક ‘કોમન કમાન્ડ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટર’ની સ્થાપના કરાશે, જેમાં ડીજીસીએ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, સિવિલ એવિએશન, યૂકાડા, હેલી ઓપરેટર કંપનીના અધિકારીઓ. નિમવામાં આવશે.

  • Related Posts

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    વરસાદમાં રસ્તા તુટી જવાના કે ભૂવા પડવાની સમસ્યા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 રસ્તા બિસમાર, શહેરના પડેલા ભૂવામાંથી 60 ટકા તો પૂર્વમાં જ શહેરના સામાન્ય વરસાદમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ

    વટવામાં દુકાનમાં કામ કરતા સગીરનું કરંટ લાગતા મોત