એસ્ટેટ અને નગર વિકાસ ખાતા કર્મીઓને નિયમોનો કડક અમલ કરવા આદેશ
બલ્ક વેસ્ટ જનરેટ કરતા બાંધકામોમાં મ્યુનિએ ઘડેલા નિયમોનો અમલ કરવો પડશે
શહેરમાં નવા બનતા પાર્ટી પ્લોટ. હોલ, હોટલ કે રેસ્ટોરેન્ટને કચરાના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા કરી નહીં હોય તો બીયુ પરમીશન મળશે નહીં. એટલે બિલ્ડીંગ તૈયાર થઈ ગઈ હશે પણ કચરાના નિકાલના કોન્ટ્રાક્ટની નકલ રજૂ નહીં કરાય તો બિલ્ડીંગનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે હોટેલ, રેસ્ટોરેન્ટ, હોલ પાર્ટી પ્લોટમાં હવે કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. આ નિયમનો કડક અમલ કરવા મ્યુનિએ આદેશ કર્યો છે.
શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, હોલ પાર્ટી પ્લોટ, લગ્નવાડી,બેન્કવેટ હોલ, કેન્ટીન જેવા બ્લક વેસ્ટ જનરેશન કરતા હોય છે. એટલે આવા બલ્ક વેસ્ટ જનરેશન કરતાં ઉપયોગપ્રકારના બાંધકામોમાં બીયુ પરમીશન (બિલ્ડીંગ યુઝ પરમીશન) આપતા પહેલાં ખાસ તકેદારી રાખવા મ્યુનિ.ના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના અધિકારીઓને સુચના અપાઈ છે. જેમાં આવી પ્રીમાઈસીસોમાં બલ્ક વેસ્ટ કે કિચન વેસ્ટ જનરેશન થાય તેના ડીસ્પોઝલ અંગે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ ખાતા દ્વારા નક્કી થયેલા અને ધારાધોરણો અને માન્ય એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરવો જરૂરી છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટની નકલ બીયુ પરવાનગી માટે રજૂ કરવાની રહેશે. સંબંધિત માલિક અને કબ્જેદાર કે સંચાલક તથા માન્ય એજન્સી વચ્ચેના કોન્ટ્રાક્ટની નકલ રજૂ કર્યા બાદ બીયુ પરમીશન આપવામાં આવશે. આ નિયમ અંતર્ગત એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના તમામ કર્મચારીઓએ કડક અમલ કરવા મ્યુનિએ આદેશ કર્યો છે. તેમાં બેદરાકારી બદલ જવાબદાર સામે પગલા ભરવામાં આવશે.