રૂ. 4 લાખની જરૂર પડતા વેપારીએ રૂપિયાની સામે 4 માસ માટે કાર રાખવા આપી હતી
ફરીદાબાદમાં રહેતા વિજય પ્રતાપસિંહ તોમર બે વર્ષ પહેલા નવા i નરોડા શ્રીરામ બંગલોમાં રહેતા હતા – અને એન્જીનીયરીંગનું કામકાજ કરતા i હતા. તેમણે 2019માં ઈનોવા ક્રિસ્ટા 1 કાર રૂ. 26 લાખમાં ખરીદી હતી. જેના 1 હપ્તા તેઓ ભરે છે. દરમિયાન બે વર્ષ પહેલા તેમની મુલાકાત ફાયનાન્સનુ કામ કરતા પ્રવિણભાઈ દેસાઈ સાથે થઈ હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતાના સબંધો હતા.
2022માં વિજયપ્રતાપસિંહને પૈસાની જરૂર પડતા તેમણે પ્રવિણભાઈને ફોન કરીને રૂ. 4 લાખની જરૂર હોવાનુ કહીને તેમની કાર ગીરવે રાખવાનું કહ્યું હતુ. પ્રવિણભાઈએ તેમને રૂ 4 લાખ ચેકથી આપ્યા હતા જેની સામે કારની આરસી બુક સિકયુરીટી પેટે રાખી હતી.
ચાર મહિનાની મુદત માટે લીધેલા રૂ. 4 લાખની સગવડ થઈ જતા વિજયપ્રતાપસિંહે ફોન કરીને પ્રવિણભાઈ પાસે કારની માંગણી કરી હતી જેની સામે તેમણે મારા નાના ભાઈને કાર વાપરવા આપી છે ત્રણ ચાર દિવસમાં કાર આપીશ તેવુ બહાનુ કરીને વાત ટાળી દીધી હતી. ત્યારબાદ વેપારી ફરિદાબાદ શીફટ થયા હતા પરંતુ તેમને કાર પરત આપી નહતી.
સતત ઉધરાણી કરવા છતાં કાર નહી મળતા વેપારી પ્રવિણભાઈની ઘાટલોડીયાની ઓફિસે જતા ત્યાં તાળુ હતુ ફોન કરતા ઉપાડતા નહતા. અંતે કારની ઓનલાઈન માહિતી કઢાવતા એવો ઘટસ્ફોટ થયો હતો કે તેમની કાર સુરતના રહીશ જીગ્નેશભાઈ થેસિયાને વેચી દેવામાં આવી છે અને આરસી બુકમાં તેમનુ નામ પણ ચડી ગયુ છે. વેપારીએ આ અંગે પ્રવિણભાઈ સામે ફરિયાદ કરી છે.