વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ
કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા અને તેમનો ભાઈ વચ્ચે બચાવવા પડતા તેમના પિતાને પણ ચપ્પુ મારી દીધુ હતુ. આ અંગે વેપારીએ કૃષ્ણનગર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણનગરમાં પરિમલ રેસીડેન્સીમાં રહેતા દિપકભાઈ સુરેશકુમાર(ઉ.29) અને તેમના પિતા કારમાં કટલરીનો સામાન ભરીને અલગ અલગ જગ્યાએ વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. ગત સોમવારે રાતના સાડા દસ વાગે પિતાપુત્ર તથા તેમનો મોટાભાઈ ચિરાગ કાર લઈને બાપા સીતારામ ચોકખાતે વેપાર કરતા હતા. આ સમયે એક ઈસમે આવીને કહ્યુ હતુ કે મારુ નામ કમલેશ ઉર્ફે રિન્કુ સિકરવાર છે હું ભગીરથ ઈન્ટરસીટીમાં રહુ છુ અને અહીંયાનો દાદા છું જેથી. દિપકભાઈએ તેને હું તમને ઓળખતો નથી તમે જે હોય તે અમને અમારુ કામ કરવા દો તેમ કહ્યુ હતુ. આ સાંભળીને કમલેશ ઉશ્કેરાયો હતો અને તેની પાસેનુ ચપ્પુ કાઢીને દિપકભાઈને હાથની કલાઈ ઉપર મારી દીધુ હતુ. આ સમયે તેમના પિતા અને મોટાભાઈ વચ્ચે છોડાવવા પડતા તેમને પિતાને ડાબા હાથની આંગળીએ ચપ્પુ મારી દીધુહતુ. અને મોટાભાઈને તું વચ્ચે પડતો નહી નહીતો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.