નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી. બાદમાં ઘરની નાની-નાની બાબતોમાં પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ પતિ-પત્ની બેંગ્લોર રહેવા ગયા ત્યાં પણ સાસુ-સસરા પરિણીતાના વિશે પતિને ખોટી ચઢામણી કરતા હતા.
આટલું જ નહિ પતિ પત્નીનો પગાર લઇ લેતો બચત અને મકાન બુક કરાવવા પેટે કુલ રૂ. 2.50 લાખ લઈ લીધા હતા. ઉપરાંત પતિએ પત્નીના સહિ કરેલ ચેકો પણ લીધા અને પાવર ઓફ એટર્ની પર સહિ કરાવી ફ્લેટ તબદીલ કરી દીધો હતો. તેમજ દહેજ ન આપતા પતિએ પત્નીને બેંગ્લોરમાં પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા આવી હતી. આ અંગે પરિણીતાએ સાસરિયાં સામે નારોલ પોલીસમાં ફરિયાદ કરી છે.