તારા પિતા ગરમ મગજના છે તેમ કહેતાં પતિ વિફર્યો હતો
રામોલમાં પતિ સૂઈ રહ્યો હતો ત્યારે નાનોદિકરો સીસોટી વગાડતો હોઈ માતાએ તેના પુત્રને કહ્યું હતુ કે પતિ ઉધમાં જાગી જતા તેણે પત્નીને તું આપણા દિકરાને મારી વિરુદ્ધ ભડકાવે છે તેમ કહીને પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે પત્નીએ પતિ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રામોલમાં રહેતી 30 વર્ષીય મહિલાના લગ્ન 2018માં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન મહિલાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે ત્યારબાદ પતિની નોકરી છુટી જતા પતિના સ્વભાવમાં બદલાવા આવી ગયો હતો. પતિ નાનીનાની વાતોમાં પત્ની સાથે ઝઘડો કરતો હતો.
આ અંગે મહિલાએ તેના માતાપિતાને વાત કરતા બાળકો નાના હોઈ સંસાર તુટે નહીં તે ઉ તેમ. કહીને દિકરીને સમજાવીને ભવિષ્ય બગડે નહી તેવી સલાહ આપતા પત્ની ચુપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. મહિલાએ તેની સાસુને પણ રજુઆતbકરતા તેઓ પણ પુત્રનો પક્ષ લઈને મહિલાને નાની નાની વાતોમાં હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન મંગળવારે સવારના નવ વાગ્યાના સુમારે મહિલાની સાસુ મરણ પ્રસંગે બહારગામ ગયા હતા. આ સમયે મહિલા અને તેના બે બાળકો ઘરે હતા અને પતિ સુતો હતો. દરમિયાન ચાર વર્ષનો દિકરો સિસોટી વગાડીને રમતો હતો જેથી મહિલાએ તેને કહ્યું હતુ કે તારા પપ્પા સુતા છે અને જાગી જશે તો તને મારશે અને તેઓ ગરમ મગજના છે.આ દરમિયાન પતિ ઉઠી ગયો હતો અને પત્નીને કહેવા લાગ્યો હતો કે તુ આપણા દિકરાને મારી વિરુદ્ધ ભડકાવે છે. ત્યારબાદ પતિએ પત્નીને ગડદાપાટુનો માર મારવાનુ શરૂ કર્યુ હતુ. આ સમયે મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના પાડોસીઓ દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવાથી બચાવી હતી. ત્યારબાદ મહિલાનો ભાઈ અને તેની માતા તેને સારવાર માટે એલ જી હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગે મહિલાએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.