
શાહીબાગ-ઘાટલોડિયાની ખાલી પડેલી જગ્યા ભરાઈ, કામગીરીના આધારે તથા વિવાદિત પોલીસ સ્ટેશનના PIની બદલી
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીની રાહ જોવાઈ રહી હતી. લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. કામગીરીના આધારે તથા વિવાદ થયેલા પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરવામાં આવી છે.
31 PIની આંતરિક બદલી
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એસસીએસટી સેલ, ટ્રાફિક,કંટ્રોલરૂમ,સાઈબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલરૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે.
ઘાટલોડિયા-શાહીબાગ પોલીસ સ્ટેશનની ખાલી પડેલી જગ્યાએ PIની નિમણૂંક
થોડા સમય અગાઉ જ ઘાટલોડિયામાં દારૂના વીડિયો વાયરલ થતા પોલીસ કમિશનર દ્વારા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇને બદલી કરવામાં આવી હતી. જેથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી હતી તો બીજી તરફ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને પણ થોડા દિવસ અગાઉ જ છુટા કરવામાં આવ્યા છે જેથી તે જગ્યા પણ ખાલી હતી.આમશહેરના બે મહત્વના પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાક સમયથી ચાર્જમાં ચાલી રહ્યા હતા જેથી તે 2 પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત કુલ 31 પીઆઇની બદલી કરવામાં આવી છે.
બદલી કરાયેલા 31 પી.આઇની યાદી

