વટવામાં એક દુકાનમાં કામ કરતા સગીરનુ વીજકરંટ લાગતા મોત નિપજયુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વટવામાં મેથોડિસ્ટ ચર્ચ પાછળ ધનરાજ હેબિટાટમાં રહેતો સગીર વટવા પ્લેટીનમ એસ્ટેટમાં શેડ નંબર 169 માં આવેલા વિજયા કોર્પોરેશન નામની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરે છે. ગત ગુરુવારે સાંજના સાડા આઠ વાગ્યાના સુમારે વિજયા કોર્પોરેશનમાં વીજ કરંટ લાગતા સગીરનુ મોત નિપજયુ હતુ. આ અંગે વટવા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે યુવકના મોત મામલે વટવા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.