વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક સગીરને ઘરમાં બીડી પીતો જોઈ જતા માતાપિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને કયાંક ચાલ્યો ગયો હતો. આ અંગે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા કામસર બહાર ગઈ હતી જયાંથી ઘરે પાછા ફરતા તેને મોટો દિકરો રૂમમાં બેસીને બીડી પીતો હોઈ તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બીજી દિવસે સવારે માતાએ જોયુ તો મોટોપુત્ર ઘરમાંથી કોઈને કહ્યા વિના ક્યાંક નીકળી ગયો હતો અંતે આ મામલે માતાએ વટવા જીઆઈડીસી પોલીસમાં પુત્રના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.