
મંથરગતિમાં ચાલતી કામગીરી સામે ઉગ્ર દેખાવો કરવાની સ્થાનિક અગ્રણીની ચીમકી
સરસપુરના આંબેડકર હોલને નવો બનાવવા માટે લોકોની માંગણીને લઈને મ્યુનિ તંત્ર દ્વારા આખરે હોલ બનાવાની કામગીરીના 3 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થયા પછી વધુ 6 મહિના વિતવા છતાં કામગીરી હજુ અધુરી છે. એટલે મંથરગતિમાં ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જ્યારે મ્યુનિ તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે. એટલે વહેલી તકે કામગીરી નહીં થાય તો સ્થાનિક અગ્રણીઓ મંથરગતિમા ચાલતી ચીમકી ઊચ્ચારી છે.
આ અંગે સોશિયલ યુથ ફાઉન્ડેશનના ચેરમેન અને સામાજિક કાર્યકર ગૌરવ પરમારે કહ્યું હતું. સરસપુરનો આંબેડકર હોલ જર્જરિત બનતાં તેને તોડીને નવો બનાવવા માટે વર્ષ 2018થી સ્થાનિકો આંદોલન ચલાવીને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરતા હતા. લોક માંગણીને ધ્યાને રાખીને મ્યુનિ દ્વારા રૂ.36.93 કરોડના ખર્ચે હોલ બનાવાની કામગીરી માર્ચ 2022માં શરૂ કરાઈ હતી.
જે માર્ચ-2025 સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ કામગીરી સાવ મંથરગતિમાં ચાલતી હોવાથી માર્ચ-2025 સુધીમાં કામગીરી પૂર્ણ થઈ નહીં. એટલે કામગીરી પૂર્ણ કરવા વધુ 6 મહિનાનો સમય મર્યાદા વધારાઈ હતી. હવે તા.6 સપ્ટેમ્બર 2025 ના રોજ સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે હજુ કામગીરી માંડ 75 ટકા જેટલી જ પુરી થઈ છે.
એટલે કામગીરી સાવ મંથરગતિમાં રહ્યા વધુમાં પરમારે કહ્યું હતુ કે, સમય મર્યાદા પૂર્ણ કરવા છતાં કામગીરી અધુરી રહેવા મામલે રજૂઆત કરવા છતાં કોઈ અસર પડતો નથી. ઉપરાંત મ્યુનિ પણ કોન્ટ્રાકટર સામે કડક પગલાં ભરતુ નથી. એટલે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ સાથે અમે આંદોલન કરીશું
ખાતમુહૂર્ત કર્યાના બે વર્ષ સુધી વિવિધ કારણ ધરીને કામ શરૂ જ થયું નહીં
હોલ બનાવવા તા.4 ડિસેમ્બર 2020 ના રોજ ખાતમૂર્હત કરાયું હતું. બાદમાં હોલ બનાવાની કામગીરી માર્ચ 2022માં શરૂ કરાઈ હતી. એટલે ખાતમૂર્હત કર્યાના બે વર્ષ સુધી તો પાણીનો બોર,ટાવર,કંપાઉન્ડ વોલ, કારીગરોની હડતાળ સહિતના કારણો આગળ ધરીને કામગીરી અટકાવી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
સરકારી હોલ ન હોવાના લીધે લોકો ખાનગી હોલ ભાડે રાખવા મજબૂર
સરકારી હોલ બનતો ન હોવાના લીધે લોકો ખાનગી હોલ ભાડે રાખવા મજબૂર બન્યા છે. જેના કારણે સરસપુરના નાગરિકોને વધારે ભાડા ખર્ચવા પડે છે. જ્યારે સરકારી હોલના ભાડા નાગરિકોને પરવડે તેવા હોય છે. આમ પાંચ વર્ષથી નાગરિકો નવો હોલ બને તેની મીટ માંડીને બેઠા છે. પરંતુ મ્યુનિ તંત્ર અને કોન્ટ્રાકટરને જાણે કામગીરી કરવામાં કોઈ રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે.