વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં નોકરી કરતા મોંહમદ અજમલે તેને ફોન કરીને ફાર્મ પર કેટલાક માણસો આવીને શ્રાવણ માસમાં ઈંડાની લારી કેમ બંધ રાખતા નથી તેમ કહીને ઝઘડો કરતા લોકો ભેગા થઈ ગયા છે. આ જાણીને અનવરહુસેન ત્યાં ગયા હતા.
જયાં ત્રણ માણસો બોલાચાલી કરતા તેમને સમજાવવા જતા તેણે લારી ઉધી કરી ખુરશીઓ અને ટેબલ તોડી નાખ્યા હતા. તેમજ પથ્થર મારતા અકમલ શેખને માથાના ભાગે ઈજા થઈ હતી આ ઉપરાંત લારી પર કામ કરતા કારીગરોને પણ ત્રણ વ્યકિતઓએ માર માર્યો હતો. આ સમયે કારીગરો ડરના માર્યા ખેતરમાં નાસી ગયા હતા.આ મામલે અનવરહુસેને નારોલ પોલીસ સ્ટેશનમાં સરોજકુમાર શુકલા અને તેની સાથેના ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે.