
નોંધણી ન કરાવનાર સામે શું પગલાં લેવાશે તેની સ્પષ્ટતા નહીં
શિક્ષણ વિભાગ તપાસ કરી ગેરરીતિ પકડાશે તો રિપોર્ટ પણ કરશે
સરકારે ફરીવાર પ્રી-પ્રાઈમરી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરુ કરી છે. પ્રી-સ્કૂલોના સંચાલકો દ્વારા પહેલા નિયમોમાં ફેરફાર કરવાની માગ કરી હતી. સરકારે નિયમોમાં ફેરફાર કરી જેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર જેવી મહત્વના મુદ્દાને પડતો મુક્યો હતો.
રાજ્યમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલ સંચાલકોએ હવે 3 મહિનામાં પોતાની સંસ્થાની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. હાલમાં સરકારે માત્ર નોંધણી માટે જ સમય મર્યાદા નક્કી કરી છે જ્યારે કે નોંધણી નહીં કરવનારા સામે શું પહેલા લેવાશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ દરેક સ્કૂલોન નોંધણી કરાવવી ફરજિયાત કરાઈ છે. સંચાલકો 1સપ્ટેમ્બરથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સાથે જ ફી પણ ઓનલાઇન સાયબર ટ્રેઝરી મારફતે ચુકવી શકશે.
નવા ઠરાવ મુજબ પ્રી સ્કૂલોમાં હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરી શકશે અને ગેરરીતી જણાશે તો વિભામગમાં રિપોર્ટ પણ કરી શકશે. સરકારે હાલમાં સ્વતંત્ર પ્રિ પ્રાઈમરીની ફ્રી અંકુશમાં લાવવા માટે કોઈ પગલા લીધા નથી.
અગાઉ અમદાવાદમાં 50 સ્કૂલો જ નોંધાઇ હતી
પહેલા રાઉન્ડમાં અમદાવાદમાં 50 જેટરી જ પ્રિ સ્કૂલોના સંચાલકોએ નોંધણી કરાવી હતી. કારણ કે અમદાવાદમાં 80 ટકાથી વધારે પ્રી સ્કૂલો ભાડાના મકાનમાં ચાલે છે. તેથી પ્રોપર્ટીના માલિક દ્વારા સ્કૂલ માટે કોઈ રજિસ્ટર્ડ ભાડા કરાર કરવા સંમતી આપતા ન હતા. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્રી સ્કૂલોને અલગથી એજ્યુકેશન બીયુ પરમિશન લેવા માટે જણાવાયું હતું. આ બીયુ માટે સંચાલકોને મુશ્કેલી ઉભી થતી હતી.