વડનગરના રેન્જ આઈજીની 15 લાખના તોડ મામલે કાર્યવાહી
વડનગર પોલીસ મથકની ટીમ દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા જુગારના કેસમાં પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી ગંભીર ક્ષતિઓ અને વિસંગતતા મામલે જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ દ્વારા પીએસઆઈ એસ.એમ. પરમારને બુધવારના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જુગારનો આ કેસ ખરેખર ડબ્બા – ટ્રેડિંગનો કેસ હતો અને તેમાં પોલીસે 15 લાખનો તોડ કર્યો હોવા મામલે વડનગરના અરજદાર દ્વારા રેન્જ આઇજી સમક્ષ થયેલી રજૂઆત બાદ તેમણે સ્થાનિક એલસીબીને સોંપેલી તપાસમાં સમગ્ર કેસ જુગારનો નહીં, પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હોવાનું બહાર આવ્યું હતું.
વડનગર સ્માર્ટ પોલીસ મથકની ટીમે ગત 10 જુલાઈના રોજ કહીપુર ખુલ્લી ગામે ગોપાલનગરની જગ્યામાં રેડ પાડી ઠાકોર નાગજી ભલાજી સહિત નવ આરોપીઓને રૂ.13,000ની રોકડ સાથે ઝડપી જુગારનો કેસ નોંધ્યો હતો. જોકે, આ કેસ જુગારનો નહીં.
પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હતો અને તેમાં પોલીસે રૂ.15 લાખનો તોડ કર્યો હોવાની રજૂઆત બીજા દિવસે આઈજી વિરેન્દ્ર યાદવ સમક્ષ થતાં તેમણે મહેસાણા એલસીબી પીઆઈ એન.આર. વાઘેલાને તપાસ સોંપી હતી. બીજી તરફ, રેન્જ આઈજી સમક્ષ થયેલી રજૂઆતમાં પણ વાસ્તવમાં આ કેસ જુગારનો નહીં. પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હોવાનું અને પોલીસે રૂ. 15 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવતાં તેમણે આ અંગે જિલ્લા પોલીસવડાને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.