રીડેવલપમેન્ટ મુદ્દે 10 સોસાયટી હાઈકોર્ટમાં
હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલોપમેન્ટ સામે અનેક સોસાયટીના રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. રહીશોની રજૂઆત છે કે બોર્ડે તેમને વિશ્વાસમાં લીધા વગર બિલ્ડર નક્કી કર્યા છે અને પોતાની રીતે પ્લાન બનાવીને અમારી મંજૂરી માગી છે. અન્ય ખાનગી સોસાયટીની જેમ પોતાના મકાનના રીડેવલોપમેન્ટ માટે તેઓ જાતે બિલ્ડર નક્કી કરી શકે છે જ્યારે બોર્ડ તરફથી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડે તેમને 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી તેથી જમીનના માલિક તેઓ પોતે છે. અમદાવાદ સહિત જામનગર અને ભાવનગર બોર્ડની સોસાયટીના રહીશોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદની આશરે 10 સોસાયટીએ કરેલી અરજીમાં રી ડેવલોપમેન્ટ કરવાનો વિરોધ કરાયો છે. કેટલીક સોસાયટીના પ્રમુખોએ પુરાવા રજૂ કર્યા છે.
99 વર્ષ નથી થયાં છતાં બોર્ડ દખલ કરે છે
રહીશોએ રજૂઆત કરાઈ હતી કે બોર્ડે અમને 99 વર્ષે ભાડાપટ્ટે જમીન આપી હોય તો હજુ 99 વર્ષ થયાં નથી. 99 વર્ષ પૂરાં થયા પહેલાં તેઓ દરમ્યાનગીરી ન કરી શકે. હાઈકોર્ટમાં અગાઉ થયેલી અરજીમાં રહીશોની રીડેવલોપમેન્ટ સામેની અરજી ફગાવી દીધી હતી.