ત્રણવાર મ્યુનિ.માં ફરિયાદ છતાં તંત્ર નિરસ
શહેરના દાણીલીમડાની ચામુંડા સોસાયટી પાસે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયેલુ હોવાથી અકસ્માતનું જોખમ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ સમસ્યા અંગે મ્યુનિ.માં ઓનલાઈન 3 વાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ અંગે સ્થાનિકોએ કહ્યું છે. દાણીલીમડા ચામુંડા સોસાયટી પાસે ગોગા મહારાજના મંદિરની સામે જ ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયુ છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત થવાનું જોખમ સતાવી રહ્યું છે.
ઉપરાંત ત્યાંથી પસાર થતાં રાહદારીઓને પણ ઢાંકણુ તુટે તો મોટી દૂર્ઘટના ઘટે તેવી આશંકા સેવાઈ રહી છે. છે. જો કે ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જાય ત્યારે આ તુટેલા ઢાંકણાના લીધે કોઈ વાહનચાલક કે રાહદારી ગટરમાં ગરકાવ થાય તો નવાઈ નહીં. આ દહેશતને લઈને સ્થાનિકો દ્વારા મ્યુનિ.ની સીસીઆરએસમાં 3 વાર ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી.