સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ
સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ શરૂ કરી છે. દિવાસો નિમિત્તે શહેરના સરસપુરના ચામુંડા સ્મશાનમાં પટણી સમાજના યુવાનોની ટીમે શિક્ષણ અને બ્લડ ડોનેશનના રજીસ્ટ્રેશનનું ડેસ્ક લગાવાયું હતું.
જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. 500થી વધુ પરિવારોને રાઈટ ટુ એજ્યુકેશન અંગે માહિતી આપીને તેમના બાળકોને પ્રવેશ અપાવવા માટે જાગૃત કર્યા હતા.
જેમાં 150 જેટલા બાળકોના આરટીઈ હેઠળ પ્રવેશ માટેની પ્રોસેસ કરવા નોંધણી કરી હતી. ઉપરાંત સરકારની વિવિધ યોજનાની 10 હજાર જેટલી પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. જ્યારે પ્રસૂતિ વેળા મહિલાઓને બ્લડ જરૂર પડે તો સમાજના યુવાનો બ્લડ આપવા આવે તેવા 200 યુવાનોની નોંધણી કરી હતી. તેમજ દિવાસો નિમિત્તે સ્મશાનમાં ફૂટનો બગાડ થતો અટકાવાની ઝુંબેશ અંતર્ગત 400 કિલો ફૂટનો બગાડ અટકાવ્યો હતો.