એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
સરદારનગરમાં ભદ્રેશ્વર સોસાયટીમાં એક મકાનનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂપિયા 65 હજાર અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.84 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સરદારનગરમાં ભદ્રેશ્વર હાઉસીંગ સોસાયટીમાં રહેતા અજયકાંત રામપુનિત મિશ્રા ખાનગી સિકયુરીટી એજન્સી ચલાવે છે. તેમના માતાપિતા નાનાચિલોડા કાનન રેસીડેન્સીમા રહે છે. બન્યુ એવુ કે અજયકાંતના પત્ની ઉદેપુર ગયા હતા અને તેઓ ગત તા 21મી! સાંજે સાત વાગે તેમની દિકરી સાથે પિતાના ઘરે ગયા હતા.
બીજા દિવસે તેઓ ઓફિસે જવા માટે નીકળ્યા ત્યારે તેમની દિકરીનો ફોન આવ્યો હતો કે તેમના ઘરે સફાઈ કામ કરવા આવતા બહેને ઘરનુ તાળુ તુટેલુ જોતા તેને જાણ કરી હતી. ત્યારબાદ તેઓ ઘરે પહોચ્યા હતા અને જોયુ તો તેમના ઘરના મુખ્ય દરવાજાના નકુચો તાળા સાથે તુટેલો હતો. ઘરમાં જઈને તપાસ કરતા તેમના ઘરની તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તિજોરીના ડ્રોઅર ખોલવા માટે ચાવી મુકી હતી જે ચાવી વડે સિક્રેટ લોક ખોલેલુ હતુ અને તેમાં મુકેલો સોનાનો સેટ, રોકડા રૂપિયા 65 હજાર, અન્ય સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ 1.84 લાખની મતાની ચોરીની જાણ થઈ હતી.