
વારંવાર મ્યુનિમાં ફરિયાદો કરવા છતાં માત્ર આશ્વાસન મળે છે
ગામડી રોડ પર પાણીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો
શહેરના વટવા ગામડી રોડ પર મહાદેવપુરા ખાતે એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામ કરવામાં તંત્ર આંખ આડા કાન કરીને કોઈ કામગીરી કરાતી ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં લોકોને હલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે તાકિદે સમસ્યાના નિકાલ માટે મ્યુનિ તંત્ર કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, વટવાના ગામડી રોડ પર મહાદેવપુરા ખાતે તંત્ર દ્વારા આરસીસી રોડ બનાવ્યો હતો. પરંતુ યોગ્ય ઢાળ આપ્યો ન હોવાથી ઉભરાતી ગટરના પાણી ભરાઈ રહે છે.
એટલે ગંદા પાણીનો નિકાલ થતો ન હોવાથી રોડ પર પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. આ મામલે મ્યુનિ તંત્રમાં વારંવાર ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી હતી.