
શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં – રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જ્યારે કાઉન્સિલરો અમને કોઈ અધિકારી ગાઠતા ” નથી કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે. એટલે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે અને વિસ્તારમાં ફોગિંગની -કામગીરી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.