વડોદરાના વ્હિસલ બ્લોઅરની વડાપ્રધાન, ગૃહમંત્રી, DGP સુધી ફરિયાદ
3 મહિના છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં હાઈકોર્ટમાં જવા વિચારણા
દેશની ટોચની ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પૈકીની રાજ્યની એક કંપનીમાં વિદેશથી બિઝનેસ વિઝા પરણાવીને યુવતીઓએ પંચા પગારે ટ્રાફિકિંગ અને શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ વડોદરાના વ્હિસલ બ્લોઅરે કર્યા છે. તેણે 35 યુવતી સાથે શારીરિક શોષણના બનાવને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દબાવતા હોવાના પુરાવા સાથે એનઆઈએને તપાસ સોંપવાની ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડાને લેખિતમાં કરી છે. જેના ભાગરૂપે તપાસનો આદેશ અપાયો છે. જોકે તેમાં વિલંબ થતા વ્હિસલ બ્લોઅર હાઈકોર્ટમાં જવા વિચારી રહ્યો છે. વડોદરા પોલીસે પણ વ્હિસલ બ્લોઅરનું નિવેદન લીધું છે અને ગૃહ વિભાગના સચિવને આ ગંભીર મામલો NIAને તબદીલ કરવા વિનંતી કરી છે.
વડોદરાના વ્હિસલ બ્લોઅરે અગાઉ વડાપ્રધાન, એટર્ની જનરલ, સોલિસિટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી, એડવોકેટ જનરલ અને રાજ્યના પોલીસ વડાને ઇ-મેલ કર્યો હતો. અગાઉ ફાર્માકંપનીના વિવાદી માલિક પિતા-પુત્ર, અમદાવાદના એફઆરઆરઓ, દિલ્હીની વિઝા સોલ્યુશન કંપનીના માલિક, ચંડીગઢની જોબ હાયરિંગ કંપની તેમજ ફાર્મા કંપનીના એચઆર પ્રેસિડેન્ટ મળી 6 સહિત અન્ય આરોપીઓ આખા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા છે.
અરજી મળી છે, તપાસ માટે મોકલી છેઃ પોલીસ વડા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, અમદાવાદની કંપનીમાં હ્યૂમન ટ્રાફિકિંગ ચાલતું હોવાની જાણકારી આપતી અરજી ફરિયાદીએ આપી છે. જેના કાગળો અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે
નિવેદન લઈ NIAને મોકલ્યું છેઃ સંયુક્ત પોલીસ કમિશનર
વડોદરા સંયુક્ત પોલીસ કમિશનર લૌના પાટીલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી, દુષ્કર્મની ફરિયાદ વડાપ્રધાન અને મુખ્યમંત્રી કાર્યાલયને કરવામાં આવી હતી. જેને પગલે અમને કાગળો મોકલી અપાતાં ફરિયાદીનું નિવેદન લીધું છે. નિવેદનમાં ફરિયાદીએ અગાઉ કેન્દ્રીય ગૃહ સચિવનો સંપર્ક કર્યો હતો. તે સમયના આઇજીલો એન્ડ ઓર્ડર પણ તપાસ કરી રહ્યા છે. આ મામલામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે પણ તપાસ જરૂરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તપાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવી જરૂરી છે