જીએપીએમ કોન્ફરન્સમાં ચેરમેનનો ખુલાસો
રજૂઆતો છતાં સરકાર લેબોરેટરી સામે પગલાં લેતી નથી
શહેરમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબા યોલોજીસ્ટ(જીએપીએમ-2026) 44મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સમાં પેથોલોજીસ્ટ જણાવ્યું હતું કે, હવે પેથોલોજી લેબોરેટરીમાં થતાં વિવિધ ટેસ્ટમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) ટેકનોલોજી આવી છે. અમદાવાદમાં અંદાજે 3 હજાર અને રાજ્યમાં 12 હજાર અનરજિસ્ટર્ડ પેથોલોજી લેબોરેટરી ગેરકાયદે રીતે ચાલે છે. સરકાર અને સમક્ષ આ અનરજિસ્ટર્ડ ગેરકાયદે ચાલતી લેબોરેટરી બંધ કરાવવા વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલા લેવાયાં નથી.
જી એ પી એમ – 20 26 કોન્ફરન્સના ચેરમેન ડી.જી. પટેલ અને સેક્રેટરી ડો. રાજેશ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દર્દીના રોગના નિદાનમાં પેથોલોજી લેબોરેટરી દ્વારા અપાતા રિપોર્ટ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ અને રાજ્યમાં પ્રત્યેક 1 રજિસ્ટર્ડ લેબોરેટરી સામે 10 એટલે કે અમદાવાદમાં ૩ હજાર અને ગુજરાતમાં 12 હજાર ગેરકાયદે (અનરજિસ્ટર્ડી લેબોરેટરી ધમધમે છે.
અમદાવાદ એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ તેમજ નોર્થ ગુજરાત એસોસિએશન (એનજીપીએમ) અને ગુજરાત એસોસિએસન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના સંયુકત ઉપક્રમે બે દિવસીય સેમિનાર શરૂ થયો છે. સેમિનારમાં એઆઈ જેવી નવી ટેકનોલોજીથી ગામડામાં રહેતાં દર્દીના રિપોર્ટ વધુ ઝડપી અને સચોટ થતાં ઝડપી નિદાન-સારવારથી દર્દીની હાલતમાં ઝડપથી સુધારો આવશે. સેમિનારમાં એઆઈના ઉપયોગથી લેબોરેટરી મેડિશીન, ઈન્ફેક્શન કંટ્રોલ પર કચર્ચા કરાશે.
આવી લેબથી ક્યારેક ચોક્કસ નિદાન થતું નથી
દર્દીમાં અવેરનેસને અભાવે હજુ પણ સસ્તા દરે રિપોર્ટ કરાવવાની લ્હાઈમાં ગેરકાયદે ચાલતી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવી રહ્યાં છે. જેને કારણે કારણે કેટલીકવાર તેમના રોગનું ચોક્ક્સ અને સમયસર નિદાન થતું નથી. જે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે, જેથી ગેરકાયદે ચાલતી લેબોરેટરીઓ પર સરકાર લાલ આંખ કરવાની જરૂર છે.
AI પેથોલોજી રિપોર્ટમાં પરિવર્તન લાવશે
રજિસ્ટર્ડ લેબોરેટરીમાં સેમ્પલિંગમાં બારકોડ સિસ્ટમથી એનાલિટિકલ અને પોસ્ટ એનાલીટીકલ એરર નહિવત થઇ છે. તેમજ એલઈડી અને ડીજીટલ માઇક્રોસ્ક્રોપ, ડાઈ અને પ્રોબથી ઈમેજીંગમાં એક્યુરસી વધી છે. તેમજ ભારતમાં વિશ્વનું સૌથી ફાસ્ટ 1 સેકન્ડમાં 112 બિલીયન કોપીની સુવિધા આપતાં વિશ્વના સૌથી ઝડપી ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનું ભારતમાં રિસર્ચ ચાલી રહ્યું છે, જે ટુંક સમયમાં ઉપલબ્ધ થશે.







