વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો
ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે લગભગ છએક મહિનાની વાર છે, તેવામાં શહેરના ભાજપના નગરસેવકો વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીનો નમૂનો નિકોલ વોર્ડમાં જોવા મળ્યો. અહીં 4 ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને તેમની સાથે ગયેલા કોર્પોરેટરોની ટીમને લોકોએ લબડધક્કે લીધા અંગે સાવ ઉપેક્ષા સેવાતી હોવાથી નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું કે અમે તમારી પાસેથી 2015 અને 2021ની ચૂંટણીમાં વાયદા જ સાંભળ્યા, કામ થતાં નથી.
હવે ચૂંટણી આવે છે ત્યારે વોટ માગવા નાગરિકે ફરિયાદ કરી કે, આવિસ્તારની એકપણ કોર્પોરેટરે મુલાકાત લીધી નથી. બાર મહિનાથી હેરાન થતા હતા અને ફોન ઉપાડતા જ નથી. અહીં સતત ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા ત્યારે પણ તમને ફોન કર્યો હતો. ધારાસભ્યને પણ ફોન કર્યો ત્યારે તેમના પીએએ ફોન કરીને જવાબ વાળ્યો. અહીં કોઈ કોર્પોરેટર નહીં હજુ પણ ઘણી બધી ફરિયાદો છે.
લોકોએ કહ્યું, આ વોર્ડનો એકપણ કોર્પોરેટર દેખાતો નથી. ખાલી ભાજપનો આ કાર્યકર દેખાય છે, ત્યારે સ્થાનિક કાર્યકરે ઉદ્ધ જવાબ આપતાં કહ્યું કે, તમે આપ્યો છે, એટલે ભાજપનો કાર્યકર દેખાય તો પણ ચાલે. આ દરમિયાન લોકોએ કહ્યું કે અમે કાર્યકરને ફરિયાદ કરીએ તો મકાન કેમ લીધું અહીં તેવો સવાલ કરાય છે. તેઓ કહે છે કે સમસ્યા માટે હેલ્પલાઈન પર ફોન કરો, તો ભાજપ કોર્પોરેટર શું કરવા બનાવે છે. અમે સીધા હેલ્પલાઈન પરથી જ કામ કઢાવી લઈશું. નાગરિકો પોતાની વ્યથા ભાજપના સ્થાનિક કાર્યકરોએ ત્યાં બેશર્મી સાથે પછી ભારત માતા શ્રી જય..વંદે માતરમ..ના સૂત્રોચ્ચારથી દેકારો કરી મૂક્યો અને લોકોનો અવાજ દબાવવા પ્રયત્ન કર્યો.
નિકોલના વિકાસ કાર્યનું લિસ્ટ માગ્યું તો, ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલે નાગરિકનો હાથ ખેંચ્યો
આ ચચર્ચા દરમિયાન સ ધો દરમિયાન એક નાગરિકે કહ્યું કે, નિકોલ વિસ્તારમાં કેટલાં કામ થયાં તે પૂછીએ છીએ ત્યારે જવાબ મળે છે કે તમે આરટીઆઇ કરો. જો આમ જ હોય તો તમને મત કેમ આપવાં. આ દરમિયાન ધારાસભ્ય અને કોર્પોરેટરે ઉદ્ધતાઈથી નાગરિકનો હાથ ખેંચીને કહ્યું કે, ચાલ તને બતાવું કયા કામ થયા ત્યારે લોકોનો ગુસ્સો બેવડાયો હતો. તેમણે ધારાસભ્યને ઉદ્દેશીને કહ્યું કે. તમે 90 હજાર વોટથી જીત્યા પણ અમારી અપેક્ષા પ્રમાણે કામ થતું નથી. તમે ગરમ થાવ તો નહીં ચાલે. પછી પબ્લિક ગરમ થશે તો તમને ખબર પડશે. વિરોધ કરતા નાગરિકોને કોર્પોરેટરે પૂછ્યું, તમે કઈ પાર્ટીમાં છો
નફ્ફટાઇથી લોકોને પૂછ્યું, તમે કઇ પાર્ટીમાં છો
નાગરિકોનો રોષ વધતો હોવાનું જોઇ ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને કોર્પોરેટરોએ પોબારા ગણવા પડ્યા હતા. આ દરમિયાન એક નેતાએ નાગરિકોની નિષ્ઠા પર શંકા કરતા કહ્યું કે, સાચું બોલો તમે કઇ પાર્ટીમાં છો. નાગરિકોએ કરેલા વિરોધને રાજકીય રંગ આપીને ડામવાનો પ્રયાસ કરાયો હતો.