
નારોલ ચાર રસ્તા પાસે શનિવારે મોડીસાંજે પડેલા ભારે વરસાદના કારણે તેમજ આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. વટવા સ્મૃતિ મંદિરથી લઈને છેક નારોલ સર્કલ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેને લઈને અનેક વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. નોધનીય છે કે સામાન્ય સ્થિતિમાં પણ નારોલ સર્કલ પાસે રોડ પર જ રિક્ષા, ટ્રક સહિતના વાહનો પાર્ક કરાતા હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. રસ્તો સાંકડો થઈ જતાં અવારનવાર ટ્રાફિકજામ થતાં લોકોને ફસાઈ જાય છે. ખાસ કરીને સાંજના સમયે તો ટ્રાફિકમાં લાંબી લાંબી કતારો લાગી જતી હોય છે.