હાઈકોર્ટના આકરા વલુણને પગલે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી
ટ્રાફિકજામના 162 કોલ મળ્યા, SG હાઈવે પર સૌથી વધુ જામ
હેલમેટ વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની હાઈકોર્ટના આદેશ પછી ટ્રાફિક પોલીસે બે દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે. બે દિવસમાં હેલમેટ વગરના 6554 વાહનચાલકને અંદાજે 32.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંતે 101 વાહનચાલકનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા પોલીસે આરટીઓને રિપોર્ટ કર્યો છે.
શુક્ર અને શનિવારે મળી ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં આવતાં 499 વાહનચાલકને પકડી 8.52 લાખ દંડ વસૂલ કર્યો હતો. જ્યારેરોડ પર આડધેડ પાર્ક કરેલી 280 કારને લોક મારી દીધા હતા. કોઈ એક વાહનચાલક ત્રણથી વધુ વખત હેલમેટ વગર પકડાશે તો તેનું લાઈસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરાશે. નવરાત્રિના છેલ્લા 3 દિવસમાં એસજી હાઈવે, ઓગણજ, ભાડજ સર્કલ સહિતના વિસ્તારોમાંથી ટ્રાફિકજામ અંગે કંટ્રોલને 162 કોલ મળ્યા હતા. 1030 ટ્રાફિક કર્મચારી તહેનાત હોવાના દાવા છતાં આ દશા છે.