બરોડા એક્સપ્રેસ હાઈવેના ઓઢવ તરફના ટોલટેક્સ પાસે એક ટ્રકમાં 9 પશુઓને બળજબરી બાંધીને લઈ જતાં હોવાના મેસેજ મળ્યા હતા. એટલે વટવા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પશુઓ ભરેલી ટ્રક લઈને જતાં બે શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની પુછતાછમાં સુરતના મોતીભાઈ રબારીએ તમામ પશુઓને લઈને પાટણ ખાતે મોકલી આપવા કહ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુણવંતજી ઠાકોર,દિલીપ ઠાકોરની પશુધારા એક્ટ હેઠળ ધરપકડ કરાઇ હતી.
નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો
લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…