બેઝબોલની સ્ટિક અને જવલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લાવ્યા હતા
બંનેએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને ટોપી ઊંધી પહેરી હતી
સરખેજ મકરબા રોડ ઉપર આવેલી કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં મોઢા ઉપર બુકાની બાંધીને આવેલા 2 યુવાનોએ તોડફોડ કર્યા બાદ જવલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. આ બંને યુવાનો કેન્ટીનમાં આવ્યા ત્યારથી તેઓ તોડફોડ કરી આગ ચાંપીને બહાર નીકળ્યા તે આખી ઘટના કેન્ટીનના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે સરખેજ પોલીસે [ ગુનો નોંધી તપાસ શરી કરી હતી.
ન્યૂ ચાંદખેડામાં રહેતા કિરિટભાઈ ઠકકર(50) સરખેજ મકરબા રોડ ઈન્દ્રપ્રસ્થ બિઝનેશ પાર્કમાં કિચન કિંગ હોસ્પિટાલીટી નામની કેન્ટીનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.12 ફેબ્રુઆરી એ રાતે 8 વાગ્યે 10 થી 12 કસ્ટમર અને કેન્ટીન સ્ટાફ હાજર હતો. ત્યારે મોઢા ઉપર રુમાલની બુકા બાંધીને અને ઊંધી ટોપી પહેરીને 2 યુવક કેન્ટીનમાં આવ્યા હતા. તેમાંથી એકના હાથમાં બેઝબોલની 2 સ્ટીક હતી.
જ્યારે બીજા યુવકના હાથમાં પીળા રંગનો પ્લાસ્ટીકનો કેરબો । હતો. હાથમાં બેઝબોલની સ્ટીક લઈને આવેલા યુવકે પહેલા ટીવી તોડી દીધુ હતુ. ત્યારબાદ ખુરશી ટેબલ ઉપર સ્ટીક મારવા લાગ્યો હતો અને તોડફોડ કરી હતી. જ્યારે કેરબો લઈને આવેલા યુવકે કેન્ટીનમાં જવલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે કિરિટભાઈ ઠકકરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કેન્ટીનમાં તોડફોડ કરીને આગ ચાંપી ભાગી ગયેલા બંને યુવકને પકડવા તજવીજ શરુ કરી હતી.