બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ છરીના ઘા ઝીંકયા
ફોટો ધરાવનારા આરોપી સહિત ત્રણની ધરપકડ થઇ
ઓઢવમાં રહેતા એક યુવકની ભત્રીજાના ફોટો રામનગરમાં રહેતા એક યુવકના ફોનમાં હોઈ તેને ડીલીટ કરાવવા માટે યુવક તેના મિત્રો સાથે યુવકના ઘરે ગયો હતો. જયાં ફોટા ડીલીટ કરવાનો ઈન્કાર કરી ને યુવક અને તેના ભાઈઓએ હિંસક હુમલો કરતા યુવકનુ મોત નિપજયુ હતુ.
ઓઢવમાં રહેતા 27 વર્ષીય રવિભાઈ પટણી હીરા ઘસવાની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 ઓગસ્ટે સાંજના સમયે તેઓ ઘરે હતા. ત્યારે તેનો મિત્ર સુનિલ ઉર્ફે ભોપો પટણીનો ફોન આવ્યો અને બ્લોકમાં નીચે બોલાવ્યો હતો.
જેથી રવિ નીચે જતા સુનિલ ફોનમાં સ્પીકર પર કોઈ મહિલા સાથે વાત કરતો હતો. તે સમયે મહિલાએ સુનિલને ઓઢવ રામનગર આવી ફોટા ડીલીટ કરવાનું જણાવ્યુ હતુ. જે બાદ સુનિલને પૂછતા કહ્યું કે જીગ્નેશ પટણીના મોબાઇલમાં મારી ભત્રીજાના ફોટા હોવાથી તે હેરાન કરે છે. તે ફોટા ડિલિટ કરવા મારે તેની માતા લક્ષ્મીબેન સાથે વાત થતી હતી કહીને રવિને સહિત ત્રણ મિત્રોને રિક્ષામાં બેસાડીને સુનિલ લક્ષ્મીબેનના ઘરે ગયો હતો. ત્યાં લક્ષ્મીબેન. તેમના ત્રણ પુત્રો જીગ્નેશ, અરૂણ અને વિક્કી તથા બે મહિલાઓ હાજર હતા. જે બાદ સુનિલે જીગ્નેશ પાસે ભત્રીજીના ફોટા ડિલિટ કરવા ફોન માંગ્યો હતો.
ના પાડી દેતા ઝઘડો કર્યો હતો. જેથી સુનિલે જીગ્નેશને લાફો મારતા બંને વચ્ચે મારામારી થઇ હતી. આ દરમ્યાન ત્રણેય ભાઇઓએ ભેગા મળીને સુનિલને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને લોહિલુહાણ કર્યો હતો. તેમજ રવિ વચ્ચે પડતા તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા. બાદમાં રવિ સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત રવિ અને સુનિલને સારવારઅર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સુનિલું મોત નિપજ્યુ હતુ. આ અંગે રવિએ જીગ્નેશ, અરૂણ અને વિક્કી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.