
પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર 02 તથા ના.પો.કમિ.શ્રી ઝોન-૬ ના માર્ગદર્શન હેઠળ 31 ડીસેમ્બરનાં અનુસંધાને રાખેલ સઘન ચેકીંગ દરમિયાન વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ (3 કરોડ 60 લાખ) જેટલી કિંમતનો ૧૨ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પકડાયેલ આરોપી યોગેશ રતિલાલ દસાડિયા પટેલ તથા બે મહિલા આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડ બેંગકોક થી લાવેલાની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે.