થાણેથી ડિલિવરી આપવા આવી હોવાની શંકા
સરદારનગરમાં પોલીસે એક મહિલાને બિચરના 24 ટીન સાથે ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એ મહિલા બગલથેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને આદર્શ સ્કુલ થઈ બંગલા એરીયાતરફે જવાની છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં મહિલા પોલીસની હાજરીમા એક શંકાસ્પદ લાગતી મહિલાને રોકીને તેની પાસેના બગલથેલામાં તપાસ કરાવતા તેમાંથી બિયરના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે આ મામલે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને રીટાબેન સંજયભાઈ ખારવા (ઉ.32 રહેચ ધર્મવીર ગલી નંબર 11 જય ભવાનીનગર થાણા મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.







