મહિલાએ ગેંગ સામે ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી
શહેરમાં રિક્ષાગેંગ મુસાફરોના કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરતી હોવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ઈસનપુરમાં ફૂટ ખરીદવા ગયેલી મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેગ ફરાર થઈ ગઈ હતી.
વટવામાં પરિવાર સાથે રહેતી મહિલા ગોવિંદ વાડીથી ફૂટ લેવા માટે ઇસનપુર ચાર રસ્તાથી શટલ રિક્ષામાં બેઠા હતા. ત્યારે અગાઉથી પેસેન્જરના સ્વાંગમાં લુટારુ મહિલા બેસેલી હતી. થોડીવારમાં અન્ય મહિલા પણ રિક્ષામાં આવીને બેસી ગઈ. દરમિયાન પેસેન્જર મહિલાની નજર ચૂકવીને લૂટારું ટોળકીએ મહિલાના પર્સમાં રહેલા રૂ.2.10 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. ચોરી બાદ રીક્ષા ચાલકે મહિલાને ગોવિંદવાડી ચાર રસ્તાએ ઉતારી અને ભાડું લીધા વિના રીક્ષા હંકારી મૂકી હતી. બાદમાં મહિલા ફ્રુટ લેવા પહોંચી તો પર્સ ચોરી થયાની જાણ થતાં ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..
હાટકેશ્વરમાં યુવકને લૂંટી લેનાર બે આરોપીની ધરપકડ
હિમાચલ પ્રદેશના વતની 20 વર્ષીય યુવક ગત મહીને શહેરના CTM એક્સપ્રેસ હાઈવેથી સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠો હતો. આ સમયે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લુટારું શખ્સે રીક્ષા ચાલકે રીક્ષા હાટકેશ્વર ડેપો પાસે ઉભી રાખીને યુવક સાથે ભાડા બાબતે તકરાર કરી હતી. થોડીજ વારમાં બંને લૂંટારુઓએ યુવકના સ્પોર્ટ્સના કપડાં તથા રોકડ રકમ સહીત કુલ 21 હજાર ઝુંટવી લીધા હતા. આ મામલે યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે.