
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી ન હોવાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સૂત્રો મુજબ, દારૂ વેચનારાઓનો દાવો છે કે તેમને આ સ્ટેન્ડ ચલાવવાની પરમિશન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી છે. જોકે, વીડિયોમાં જોઈ સાંભળી શકો છો.
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં જાહેર સ્થળે આવા ગેરકાયદેસર સ્ટેન્ડ ચાલતા હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ યોગ્ય તપાસ તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે શું પગલાં લે છે અને દારૂ વેચનારાઓના દાવા કેટલી હદે સાચા સાબિત થાય છે.







