ત્રણ આરોપીઓ કાર લઈ ડ્રગ્સ લેવા મુંબઈ ગયા હત
મુંબઈના ડીલર સહિત 3 આરોપીઓની શોધખોળ જારી
રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ આગાળ વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી રૂપિયા 11.68 લાખના એમડી ડ્રગ્ઝ અને હેરોઈનના કોમર્શીયલ જથ્થા સાથે એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી.ત્રણ દિવસ પહેલા અમદાવાદથી કાર લઈને મુંબઈ ગયેલા ત્રણ યુવાનોએ ત્યાંથી એમ ડી ડ્રગ્સ ખરીદ્યું હતુ, ત્યારબાદ ખાનગી બસમાં બેસીને ડ્રગ્સ લઈને આવતા એક યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
વડોદરા એકપ્રેસ હાઈવેથી અમદાવાદ આવતી ખાનગી લક્ઝરી બસમાં એમડી ડ્રગ્ઝ અને બ્રાઉન હેરોઈનનો કોમર્શીયલ જથ્થો લઈને શખ્સ આવી રહ્યો છે તે પ્રકારની બાતમી ઇન્સ્પેકટર વી.ડી.મોરી અને સેકન્ડઇન્સ્પેકટર બી.પી સાવલિયાને મળી હતી. પીએસઆઈ આર.બી. રબારી અને રામોલ પોલીસના અન્ય સ્ટાફે બાતમીના આધારે ખાનગી બસને રોકીને તપાસ કરતા 42 વર્ષીય જુબેર ઉર્ફે છોટુ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસે રહેલી બેગની તપાસ કરતા તેમાંથી એમ.ડી ડ્રગ્ઝ અને બ્રાઉન હેરોઈનનો મોટી માત્રમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જુબેરની વધુ
પુછપરછ કરતા તેણે કહ્યું હતુ ત્રણ દિવસ પહેલા તે પોતાના મિત્ર સરફરાઝ શેખ(રહે. દરિયાપુર), સિદ્દી શેખ (રહે. ફતેહવાડી) સાથે અંગ-ફાયદા માટે એમ ડી ડ્રગ્સનો ધંધ કરવાના ઈરાદાથી ભેગા થયા હત. ત્યારબાદ એક કારમાં ત્રણે મુંબઈ ગય હતા અને સિદ્દીકના ઓળખીતા રઈ ઉર્ફે હૈદર પાસેથી એમડી ડ્રગ્સ ખરીદ-હતુ. ત્યારબાદ તે બસમાં અમદાવા. આવવા નીકળ્યો હતો જયારે બાકી બે કારમાં અમદાવાદ આવવા નીકળ હતા. પોલીસે આરોપીની ધરપકડ અન્ય ત્રણ વોન્ટેડ રઈસ ઉર્ફે હૈદ સરફરાજ શેખ અને સીદીક શેખ શોધખોળ આદરી છે.