શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને રૂ.92,500 દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ખાડિયા વોર્ડમાં 4, શાહીબાગમાં 4. શાહપુર અને દરિયાપુર અને જમાલપુરમાં વોર્ડમા 1-1 મળીને કુલ રૂ.11 એકમને સીલ કરાયા હતા. જ્યારે જાહેર રોડ પર થૂંકીને ગંદકી ફેલાવતા 31 શખ્સો પાસેથી કુલ રૂ.3100 દંડ વસૂલ કરાયો હતો.
નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ
વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં…