
મહિલાએ તેનો ભાઈ દારૂ લાવ્યાનું કબૂલ્યુ
વટવા પોલીસે ઘોડાસરમાં કેડિલાબ્રિજ પાસે આવેલી એક સોસાયટીમાં રેડ પાડીને વિદેશી બનાવટની દારૂની 582 બોટલો કબજે કરી આ મામલે એક મહિલા અને તેના ભાઈ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વટેવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઘોડાસરમાં કેડીલાબ્રિજ પાસે સત્યપ્રિયા સોસાયટીમાં રહેતા કુંજલ જયેશભાઈ ગાંધી તથા અમીબેન ઠકકરે તેમના ઘરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં અમીબેન જીગીશ કુમાર ઠકકર હાજર હતા તેમને પુછતા તેમણે આ મકાન ભાડાનુ હોવાનુ અને તેઓ તેમના ભાઈ કુંજલ જયેશભાઈ ગાંધી સાથે રહેતા હોવાનુ કહ્યું હતુ. પોલીસે મકાનમાં તપાસ કરતા અંદર હોલમાં અલગ અલગ પૂઠાના બોક્સ પડેલા હતા. જે ખોલીને જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 582 બોટલો(કિંમત રૂ. 2,07,780 મળી આવી હતી.
આ દારૂ અંગે પુછતા અમીબેને જણાવ્યુ હતુ કે તેમનો ભાઈ કુંજલે આ દારૂનો જથ્થો વેચાણ માટે લાવીને ઘરમાં મુકયો છે. અને હાલમાં તે બહાર ગયો છે. વટવા પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આ મામલે બંને ભાઈબહેન સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.