પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 2 એકમને સીલ કરાયાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા બદલ 2857 એકમને નોટિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા, ધંધાકિય એકમમાં ડસ્ટબીન ના રાખતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ કરતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહીમાં કરવામાં આવી રહી છે. ત્યારે મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં જાહેર રસ્તા પર થૂંકતા 69 ઇસમોને 6900 રૂપિયા, જાહેરમાં ગંદકી કરતા 2183 २डेशाङ भेऽभोने 34,300, ધંધાકિય પ્રકારના 2899 એકમોને નોટીસ ફટકારી 1.07 લાખ દંડ અને 24 એકમને સીલ કરાયા છે.
જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા બદલ 2857 એકમને નોટીસ ફટકારી 61,128 રૂપિયાનો દંડ અને 16ને સીલ કરાયા છે. આમ મધ્ય ઝોનમાં છેલ્લા સાત દિવસમાં 2.14 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી કરતા 310 એકમોને નોટીસ ફટકારી 55,600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 2 એકમને સીલ કરાયા છે. આમ બંને ઝોનમાં કુલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. અધિકારીના જણાવ્યા મુજબઆગળ પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારમાં છેલ્લાં સાત દિવસથી મ્યુનિ.કોર્પોરેશને ગંદકી કરી ન્યુસન્સ ફેલાવતાં એકમો ઉપરાંત જાહેરમાં શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં લોકોની સામે પણ લાલ આંખ કરી તેમને પણ દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.