સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે જોઈન્ટ ટાસ્ક ફોર્સે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો
સત્તાધીશોએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ ઃ કોર્ટ
સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે જોઈન્ટ ટાસ્ક ફોર્સે ચોંકાવનારા તારણો સાથે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં એવી રજૂઆત કરી છે કે ઉદ્યોગોના 7 એસટીપીમાં ચકાસણી કરાઈ છે. તેમાં પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કર્યા પછી પણ ટીડીએસનું ઉંચુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. એસટીપીમાં ટ્રીટ કરેલા પાણીમાં કલર જણાઈ આવે છે. હાઈકોર્ટે અનેક નિર્દેશો કર્યા છતાં હજુ પણ સ્થિતિમાં કોઈ સુધારો જણાતો નથી.
ખંડપીઠે મ્યુનિ. પાસે આ અંગે ખુલાસો માગ્યો છે. હાઈકોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે નદીમાં ટીડીએસ અને કલરની સમસ્યા કોણ હલ કરશે?જેની વધુ સુનાવણી માર્ચમાં હાથ ધરાશે.નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીને લીધે હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. સુનાવણી દરમિયાન જીપીસીબીએહાઈકોર્ટનું ધ્યાન દોરતા રજૂઆત કરી હતી કે, ઉદ્યોગો દ્વારા હજુ પણ સુએજ પાણીને બાયપાસ કરીને સીધું નદીમાં ઠાલવી દેવાય દેવાય છે. જેનાથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યુ છે. સત્તાધીશોએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ.
પાણી મેગા પાઈપલાઈનથી સીધું નદીમાં ભળી જાય છે
જોઈન્ટ ટાસ્ક ફોર્સે 7એસટીપીની કામગીરી અંગે વિગતવાર તપાસ કરીને રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં એસટીપી યોગ્ય રીતે પાણીને ટ્રીટ નહીં કરતા હોવાનું તારણ રજૂ કરાયું છે. પાણી શુદ્ધ કરીને નદીમાં છોડાય છે તે પાણી પણ શુદ્ધ નથી.જે મેગા પાઈપલાઈન દ્વારા સીધું નદીમાં ભળી જાય છે. તેથી 7પ્લાન્ટની ફરીથી સર્વિસ કરવા અથવા રિપેરિંગ કરવાની તાકીદે જરૂર છે.