
સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો
ભાડામાં મોડુ થતા મકાન ખાલી કરાવવા પરિવારને ત્રાસ આપતો
શહેરના વટવા વિસ્તારમા રહેતા યુવકે મકાનમાલિકના ત્રાસથી કંટાળીને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.મૃતકના હાથે લખાયેલી સ્યુસાઈડ નોટનો એફએસએલ રીપોર્ટ આવતા વટવા પોલીસે આ મામલે ચાર વ્યકિતઓ સામે દુષ્પ્રરણાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વટવામાં જીયા મસ્જિદ પાસે અલ મુસ્તુફાનગરમાં ભાડાના મકાનમાં રહેતા સમીરખાન પઠાણે ગત તા 21 એપ્રિલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા વટવા પોલીસે સ્થળ તપાસ કરતા સમીરખાને લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે ગોકુલનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરંતુ ભાડુઆપવામાં મોડુ થતા મુન્ના ભંગારવાલા તેની પત્ની સાયરાબાનુએ આવીને તેને તથા તેના પરિવારજનોને ઘર ખાલી કરવા માટે ટોર્ચર કર્યા હતા.
ત્યાં સુધી કે તેણ અને તેની માતાએ બ્લીચીંગનુ પાણી પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા મળતા ફરી રાતે બે વાગે ફરી આ લોકોએ ઘર ખાલી કરાવ્યુ હતુ. જેમાં સૌથી વધુ ટોર્ચર કરવાવાલા ૩ લોકોમાં મુન્ના ભંગારવાલા, તેની પત્ની તેનો જમાઈ મુસ્તાકખાન અને સૌથી મોટા હાથ આરીફ દલાલનો છે જેણે અમને ફસાવ્યા. પોલીસને મારી વિનંતી છે કે મને અને મારી ફેમીલીને ન્યાય અપાવે. મારી આત્મહત્યા કરવા પાછળ આ લોકો જવાબદાર છે. આ મામલે પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો છે.