ગત 10 ઓગસ્ટે આરોપીઓએ શ્યામાપ્રસાદ મુખર્જી નગર ચાર માળીયામાં વહેલી સવારે ફાયરીંગ કર્યા હતા. આ મામલે વટવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં લઈકહુસેન અન્સારી, મહંમદ કલીમ ઉર્ફે ભૈયા પઠાણ, ઈમરાન ઉર્ફે ગામડીયો શેખ, અને સદ્દામખાન પઠાણ અને મુનાફ ઉર્ફે ડીએક્સ છીપાની ધરપકડ કરી હતી. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ઈમરાન ઉર્ફે ગામડીયા સામે 10 ગુના દાખલ થયેલા છે તેની સાત વખત પાસામાં ધરપકડ થઈ છે. મહંમદ કલીમ ઉર્ફે ભૈયા સામે 34 ગુના દાખલ છે, તેની આઠ વખત પાસામાં ધરપકડ થઈ છે.લઈકહુસેન સામે 12 ગુના દાખલ છે તેની બે વખત પાસા અને એક વખત તડીપારની સજા થઈ છે. સદામખાન સામે બે અને મુનાફ છીપા સામે એક ગુનો દાખલ થયેલો છે.
યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો
વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…








