કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ

કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા અને તેમનો ભાઈ વચ્ચે બચાવવા પડતા તેમના પિતાને પણ ચપ્પુ મારી દીધુ હતુ. આ અંગે વેપારીએ કૃષ્ણનગર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં પરિમલ રેસીડેન્સીમાં રહેતા દિપકભાઈ સુરેશકુમાર(ઉ.29) અને તેમના પિતા કારમાં કટલરીનો સામાન ભરીને અલગ અલગ જગ્યાએ વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. ગત સોમવારે રાતના સાડા દસ વાગે પિતાપુત્ર તથા તેમનો મોટાભાઈ ચિરાગ કાર લઈને બાપા સીતારામ ચોકખાતે વેપાર કરતા હતા. આ સમયે એક ઈસમે આવીને કહ્યુ હતુ કે મારુ નામ કમલેશ ઉર્ફે રિન્કુ સિકરવાર છે હું ભગીરથ ઈન્ટરસીટીમાં રહુ છુ અને અહીંયાનો દાદા છું જેથી. દિપકભાઈએ તેને હું તમને ઓળખતો નથી તમે જે હોય તે અમને અમારુ કામ કરવા દો તેમ કહ્યુ હતુ. આ સાંભળીને કમલેશ ઉશ્કેરાયો હતો અને તેની પાસેનુ ચપ્પુ કાઢીને દિપકભાઈને હાથની કલાઈ ઉપર મારી દીધુ હતુ. આ સમયે તેમના પિતા અને મોટાભાઈ વચ્ચે છોડાવવા પડતા તેમને પિતાને ડાબા હાથની આંગળીએ ચપ્પુ મારી દીધુહતુ. અને મોટાભાઈને તું વચ્ચે પડતો નહી નહીતો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

  • Related Posts

    નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

    પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં…

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ