
50 હજારની લોન આપી રૂ.2.68 લાખ વસૂલી ત્રાસ આપ્યો
થલતેજમાં રહેતી 47 વર્ષીય મહિલા ખાનગી કંપનીમાં નેટવર્ક માર્કેટિંગમાં નોકરી કરે છે. ગત સપ્ટેમ્બર 2022માં તેને આર્થિક તંગી સર્જાતા બહેનપણીને વાત કરતા રાયપુરના ફાયનાન્સર સાથે સંપર્ક કરાવ્યો હતો. મહિલાએ રૂ. 30 હજારની જરૂર છે તેમ કહેતા વ્યાજખોરે પાંચ ટકાના દરે રૂ 50 હજારની લોન લેવાનુ કહીને મહિલાના ગેરંટર બહેનપણી પાસેથી લેવાના રૂ. 10 હજાર અને વ્યાજ કાપીને રૂ.30 હજાર આપ્યા હતા. તેમજ 100 દિવસ સુધી દૈનિક ३.500 આપવાનું કહ્યું હતુ.
જે તે સમયે મહિલાને લોન આપી ત્યાર વ્યાજખોરે શારિરીક અડપલાં કર્યા હતા. જો કે મહિલા ઓફિસમાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ચાર અઠવાડીયા સુધી મહિલાએ રોજના રૂ. 500 આપ્યા હતા. પરંતુ બાદમાં આપી નહી શકતા વ્યાજખોરે મારે ચાર્ટડ એકાઉન્ટમાં લોનની એન્ટ્રી સુલટાવવી પડશે તેમ કહીને મહિલાએ કહ્યું હતુ કે તમારા એકાઉન્ટમાં રૂપિયા નાખવા પડશે. ત્યારબાદ મહિલાના ખાતામાં અલગ અલગ મળી કુલ રૂપિયા 10 લાખ નાંખ્યા હતા.જે રકમ વ્યાજખોર અને તેનો જમાઈ મહિલાના ખાતામાંથી ઉપાડી લેતા હતા. આ સ્થિતિમાં વ્યાજખોર અવારનવાર મહિલા પાસે વ્યાજ સહિત ધીરેલા રૂપિયાની માંગણી કરતો હતો.
જેથી મહિલાએ ટુકડે ટુકડે રૂ. 2.67 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.તેમજ થતાં વધુ રૂ.26 લાખની માંગણી કરીને તેમને હેરાન કરવામાં આવતા હતા. આ દરમિાયન વ્યાજખોર મહિલાને ફોન કરીને બિભત્સ માંગણી કરતો હતો. આ મામલે મહિલાએ તેના પતિ તેમજ જયાં નોકરી કરે છે તે શેઠને વાત કરતા વ્યાજખોરનો હિસાબ ચુકતે કરવાની વ્યાજખોરની વાતોનુ રેકોર્ડીંગ કરતા તે ઉચુ વ્યાજ લેતો હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે અંતે મહિલાએ કાગડાપીઠ પોલીસમાં વ્યાજખોર અને તેના જમાઈ સામે વ્યાજખોરી અને છેડતીની ફરિયાદ નોંધાવી છે.