
અરવિંદ મીલ પાસેની દરજીની ચાલી પાસે બે કલાક સુધી લોકોએ લોકોએ રોડ પર દેખાવો કર્યા
પોલીસ અને મ્યુનિ અધિકારીઓએ દોડી આવીને નાગરિકોને સમજાવતા મામલો થાળે પડ્યો
શહેરના નરોડા રોડ પર આવેલા અરવિંદ મીલ પાસે આવેલી ચાલીઓમાં છેલ્લા 6 મહિનાથી ગટરો બેક મારવા સહિતની સમસ્યાઓથી લોકો કંટાળી ગયા હતા. આ સમસ્યા મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિના અધિકારીઓથી લઈને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હતી. અંતે કંટાળીને નાગરિકોએ રોડ બ્લોક કરીને ચક્કાજામ કરી દેતાં મામલો ગરમાયો હતો. જેના પગલે વાહનચાલકો અટવાઈ ગયા હતા. આ મામલે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવીને લોકોને સમજાવ્યા હતા. જ્યારે મ્યુનિ.ના અધિકારીઓએ પણ દોડી આવીને કામગીરી કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.
આ મામલે સામાજિક કાર્યકર ગીતાબેન ડોડીયાએ કહ્યું હતું ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા નરોડા રોડ પર અરવિંદ મિલ પાસે આવેલી દરજીનીચાલી સહિતની ચાલીઓમાં છેલ્લા 6 માસથી ગટરો બેક મારવાની સમસ્યાનો ઉકેલ આવતો નથી.
કે, દરજીની ચાલી, વ્રજ વલ્લભપુરાની ચાલીમાં ગટરો ઉભરાવાની સમસ્યા છે. ઉપરાંત પાણીની લાઈનમાં પણ ગટરના પાણી મિક્સ થતાં 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા હતા. ગંદા પાણીમાં અવરજવરના લીધે લોકોને પગમાં એલર્જીના કેસોમાં વધારો થયો હતો. ઉપરાંત ગંદકીના કારણે વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ મામલે ઉત્તર ઝોનના અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હતી. આખરે કંટાળીને સ્થાનિકોએ આજે દરજીની ચાલી પાસેનો નરોડાના મુખ્ય રોડ સવારે 2 કલાક સુધી ચક્કાજામ કરીને બંધ કરી દીધો હતો.
પંપીગ સ્ટેશનના કામના લીધે ડ્રેનેજની સમસ્યા સર્જાઈ: ડીવાયએમસી
આ મામલે ઉત્તર ઝોનના ડીવાયએમસી વિશાલ ખનામાએ કહ્યું હતું કે, ચમનપુરા અને ગોમતીપુરના પંપીંગ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. તેના કારણે આ ચાલીઓમાં ડ્રેનેજની સમસ્યા જોવા મળી હતી. આજે રોડ બ્લોકનો મેસેજ મળતાં અમે ત્યાં પહોચીને કામગીરી પૂર્ણ કરવાની વાત કરી હતી. લોકોના વિરોધ બાદ અમે પંપીગની કામગીરી ચાલે ત્યાં સુધી બંને ચાલીઓમાં સમસ્યા છે તેમના માટે ડ્રેનેજની અલગથી લાઈન નાંખવાની કામગીરી શરૂ કરી છે. ટુંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે.