નિકોલમાં રહેતા એક યુવકની પાસે દારૂ પીવાના પૈસા માંગીને બે શખ્સોએ ગડદાપાટુ તેમજ પાઈપથી માર માર્યો હતો.
નિકોલમાં બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ ગોહીલ દુધ લેવા માટે ગયા હતા.
આ વખતે તેમને જીવરાજપાર્કના ગેટ પાસે સન્ની જાડેજા અને તેના બે મિત્રો એ રોકીને સનીએ તુ મને દારૂ પીવાના પૈસા આપ નહીતો તને અહીંથી જવા નહી દઉ કહેતા ભાવેશભાઈએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા સન્ની અને તેના બે મિત્રોએ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન સનીએ લોખંડની પાઈપ લાવીને ફટકા માર્યા હતા.
બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા ત્રણે નાસી ગયા હતા આ અંગે ભાવેશભાઈએ ત્રણે સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.