નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં નોકરી કરતા મોંહમદ અજમલે તેને ફોન કરીને ફાર્મ પર કેટલાક માણસો આવીને શ્રાવણ માસમાં ઈંડાની લારી કેમ બંધ રાખતા નથી તેમ કહીને ઝઘડો કરતા લોકો ભેગા થઈ ગયા છે. આ જાણીને અનવરહુસેન ત્યાં ગયા હતા.

જયાં ત્રણ માણસો બોલાચાલી કરતા તેમને સમજાવવા જતા તેણે લારી ઉધી કરી ખુરશીઓ અને ટેબલ તોડી નાખ્યા હતા. તેમજ પથ્થર મારતા અકમલ શેખને માથાના ભાગે ઈજા થઈ હતી આ ઉપરાંત લારી પર કામ કરતા કારીગરોને પણ ત્રણ વ્યકિતઓએ માર માર્યો હતો. આ સમયે કારીગરો ડરના માર્યા ખેતરમાં નાસી ગયા હતા.આ મામલે અનવરહુસેને નારોલ પોલીસ સ્ટેશનમાં સરોજકુમાર શુકલા અને તેની સાથેના ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતા

    આપઘાત કરનાર સામે 6 ગુના નોંધાયેલા હતા બોપલના શેરદલાલ કલ્પેશ ટુડિયાના આત્મહત્યા કેસની તપાસમાં મૃતક પર ગંભીર પ્રકારના 6 ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું હતું. જેમાં તેણે પોલીસનો સ્વાંગ રચીને એક…

    ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ

    સાણંદના 2 શખ્સે આપેલી 27 નકલી નોટ મહિલા પાસેથી મળી ફતેવાડીમાં પતિ તેમજ 2 દીકરી સાથે રહેતી મહિલા 500ના દરની 27 બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ છે. આ મહિલા દુકાનોમાં,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતા

    ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ

    હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું